
સુપ્રીમ કોર્ટે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ના વિસ્તાર અંગે સ્પષ્ટતા કરી
#GS-2 #ભારતીય રાજવ્યવસ્થા અને બંધારણ #ન્યાયતંત્ર #બંધારણ #બંધારણીય સંસ્થાઓ #ચૂંટણીઓ #સુપ્રીમ કોર્ટ
શા માટે ચર્ચામાં છે?
- સુપ્રીમ કોર્ટે તાજેતરમાં સ્પષ્ટ કર્યું કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ની પ્રક્રિયા ફક્ત ચૂંટણી કાર્યો માટે જ છે, તેનો ઉપયોગ નાગરિકતા નક્કી કરવા કે સરકારી યોજનાઓના લાભો બંધ કરવા માટે ન કરી શકાય.
- પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા SIR ના ડેટાનો ઉપયોગ કરીને રાશન અને મહિલા કલ્યાણ યોજનામાંથી લોકોના નામ કાઢી નાખવાના આરોપ વાળી અરજી પર સુનાવણી વખતે કોર્ટે આ નિર્ણય આપ્યો હતો.
- વર્ષ 2025 ના બિહાર SIR કેસ ના ચુકાદાનો ઉલ્લેખ કરીને કોર્ટે કહ્યું કે ચૂંટણી પંચે નાગરિકતા સંબંધિત દાવાઓ નાગરિકતા અધિનિયમ, 1955 હેઠળ નિર્ણય લેવા માટે સરકારને જ મોકલવા જોઈએ.
સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)
- મુખ્ય ચૂંટણી કમિશનર ની દેખરેખ હેઠળ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન હાથ ધરવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ મતદાર યાદીને સંપૂર્ણ રીતે ચકાસીને અપડેટ કરવાનો છે.
- આ પ્રક્રિયાને ભારતીય બંધારણના અનુચ્છેદ 324 અને લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 ની કલમ 21(3) હેઠળ કાનૂની સત્તા મળે છે.
- આ સુધારણાનો મુખ્ય હેતુ બોગસ, મૃત્યુ પામેલા અને સ્થળાંતર થયેલા મતદારોના નામ દૂર કરીને ચૂંટણીમાં સાચા મતદારોનો અધિકાર સુરક્ષિત કરવાનો છે.
- ભારતમાં વર્ષ 1951 થી 2004 વચ્ચે આઠ વખત આ પ્રકારની સુધારણા યોજાઈ હતી, જે છેલ્લે 2002-2004 ના સમયગાળામાં કરવામાં આવી હતી.