શ્રુતિ: ભારતનું સ્વદેશી નેક્સ્ટ જનરેશન ઓફશોર પેટ્રોલ વેસલ લોન્ચ થયું

શ્રુતિ: ભારતનું સ્વદેશી નેક્સ્ટ જનરેશન ઓફશોર પેટ્રોલ વેસલ લોન્ચ થયું

#GS-3 #સાયન્સ અને ટેકનોલોજી #સંરક્ષણ #GS-2 #વર્તમાન ઘટનાઓ #રાષ્ટ્રીય #ભારતીય નૌકાદળ #NGOPV

મુખ્ય મુદ્દા

  • ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ (GRSE) દ્વારા કોલકાતા ખાતે સ્વદેશી શાચી-ક્લાસ NGOPV જહાજ યાર્ડ 3037 (શ્રુતિ) સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે.
  • શ્રુતિ જહાજ 110 મીટર લાંબુ છે, તેનું વજન 2,500 થી 2,900 ટન છે અને તે 8,500 નાૌટિકલ માઈલ ની રેન્જ સાથે 60 દિવસ દરિયામાં રહી શકે છે.
  • આ જહાજ 25 નોટ્સ થી વધુ ઝડપે ચાલે છે અને તેમાં VSHORADS મિસાઈલ, કવચ ચાફ તેમજ મારીચ ટોર્પિડો ડિફેન્સ જેવી અદ્યતન સુરક્ષા સિસ્ટમ છે.
  • આ જહાજ 15 ટન સુધીના હેલિકોપ્ટર અને ડ્રોન સપોર્ટ સાથે દરિયાઈ દેખરેખ, ચાંચિયાગીરી વિરોધી અને આપત્તિ રાહત (HADR) મિશન માટે તૈયાર કરાયું છે.

શા માટે ચર્ચામાં છે?

  • ભારતીય નૌકાદળ માટે તૈયાર કરવામાં આવેલું યાર્ડ 3037 જેને શ્રુતિ નામ અપાયું છે, તેને કોલકાતા ના ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE) ખાતે સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે.

શ્રુતિ વિશે

  • શ્રુતિ એ ભારતમાં જ ડિઝાઇન અને નિર્માણ પામેલું નેક્સ્ટ જનરેશન ઓફશોર પેટ્રોલ વેસલ (NGOPV) છે, જે શાચી-ક્લાસ શ્રેણીમાં આવે છે.
  • આ જહાજનું નામ ભારતીય સંસ્કૃતિના ચાર વેદો પરથી રાખવામાં આવ્યું છે. તે દરિયાકાંઠાના અને ઊંડા સમુદ્ર બંને વિસ્તારોમાં વિવિધ કામગીરી કરી શકે છે.
  • આ જહાજનું નિર્માણ કોલકાતા માં આવેલા ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE) દ્વારા કરવામાં આવ્યું છે.
  • આ જહાજનો મુખ્ય હેતુ દરિયાઈ દેખરેખ વધારવાનો, દરિયાઈ સંપત્તિઓનું રક્ષણ કરવાનો, ચાંચિયાગીરી અને ઘૂસણખોરી રોકવાનો તેમજ આપત્તિ રાહત (HADR) કામગીરી કરવાનો છે.

મુખ્ય વિશેષતાઓ

  • આ જહાજની લંબાઈ લગભગ 110 મીટર છે અને તેનું વજન 2,500 થી 2,900 ટન છે. તેની ખાસ ડિઝાઇન પાણીમાં ઘર્ષણ ઘટાડે છે અને દરિયામાં ઉત્તમ સ્થિરતા આપે છે.
  • બે શક્તિશાળી ડીઝલ એન્જિન ધરાવતું આ જહાજ 25 નોટ્સ થી વધુ ઝડપે ચાલી શકે છે. તે 8,500 નાૌટિકલ માઈલ ની રેન્જ ધરાવે છે અને 60 દિવસ સુધી દરિયામાં રહી શકે છે.
  • આ જહાજમાં 76mm SRGM ગન, AK-630 ક્લોઝ-ઈન વેપન સિસ્ટમ, VSHORADS મિસાઈલ, કવચ ચાફ ડિફેન્સ અને મારીચ ટોર્પિડો ડિફેન્સ સિસ્ટમ લગાવવામાં આવી છે.
  • તેના પાછળના ભાગે મોટું હેલિપેડ અને હેંગર છે, જ્યાં 15 ટન વજન ધરાવતું હેલિકોપ્ટર અને ડ્રોન (UAVs) રાખી શકાય છે.
  • તેના પ્રતીક પર સપ્તર્ષિ તારાજૂથ (Ursa Major) અને લાઈટહાઉસ દર્શાવવામાં આવ્યા છે. આ સિવાય તેમાં ઈલેક્ટ્રોનિક વોરફેર (EW) સુવિધાઓ તથા IPMS સિસ્ટમ પણ જોડવામાં આવી છે.