મક્કા સંયુક્ત અવરોધક કરાર: ત્રિપક્ષીય સુરક્ષા જોડાણ

મક્કા સંયુક્ત અવરોધક કરાર: ત્રિપક્ષીય સુરક્ષા જોડાણ

#GS-3 #વર્તમાન બનાવો #આંતરરાષ્ટ્રીય #સંરક્ષણ #આંતરરાષ્ટ્રીય સંબંધો #મક્કા સંયુક્ત અવરોધક કરાર

શા માટે ચર્ચામાં છે?

  • તુર્કી, સાઉદી અરેબિયા અને પાકિસ્તાને મિલિટી સિક્યુરિટી માટે મક્કા ખાતે મક્કા સંયુક્ત અવરોધક કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

કરાર વિશે

  • મક્કા સંયુક્ત અવરોધક કરાર એ 3 મુખ્ય દેશો વચ્ચેનું સંરક્ષણ માળખું છે, જે પ્રાદેશિક સુરક્ષા માટે સૈન્ય, નાણાકીય અને વ્યૂહાત્મક તાકાતને એકસાથે લાવે છે.

સામૂહિક દેશોની ભૂમિકા

  • તુર્કી આ કરારમાં અદ્યતન સંરક્ષણ તકનીક, મોટું ઉત્પાદન ક્ષેત્ર અને નાટો ની બીજી સૌથી મોટી સેના પ્રદાન કરે છે.
  • સાઉદી અરેબિયા આ જોડાણમાં વિશાળ નાણાકીય સંસાધનો, પ્રાદેશિક રાજદ્વારી પ્રભાવ અને ઊર્જા ક્ષેત્રે વર્ચસ્વ પૂરું પાડે છે.
  • પાકિસ્તાન પોતાના યુદ્ધનો અનુભવ, મોટી લશ્કરી ક્ષમતા અને પરમાણુ અવરોધક ક્ષમતાનો લાભ આપે છે.

પૃષ્ઠભૂમિ

  • 7 ઓક્ટોબર પછી ગાઝા સંઘર્ષના કારણે મિડલ ઈસ્ટ માં અસ્થિરતા વધી, જેના જવાબરૂપે આ કરાર કરવામાં આવ્યો છે.
  • આ નવો કરાર સપ્ટેમ્બર 2025 ના સાઉદી-પાકિસ્તાન સુરક્ષા કરાર અને અંકારા-ઇસ્લામાબાદ ના જૂના સંબંધો પર આધારિત છે.
  • પશ્ચિમી દેશો પર નિર્ભર રહેવાને બદલે આ ક્ષેત્રીય દેશો પોતાની સ્વતંત્ર સુરક્ષા વ્યવસ્થા બનાવવા માંગે છે.

મુખ્ય હેતુ

  • આ કરારનો મુખ્ય હેતુ સંયુક્ત સંરક્ષણ પ્રણાલી ઊભી કરવાનો, શસ્ત્ર ઉત્પાદનમાં આત્મનિર્ભરતા લાવવાનો અને બહારના હુમલા રોકવાનો છે.

મુખ્ય લક્ષણો

  • આ કરારમાં સામૂહિક સંરક્ષણનો નિયમ છે, જેમાં 1 દેશ પરનો હુમલો ત્રણેય 3 દેશો પરનો હુમલો માનવામાં આવશે.
  • પશ્ચિમી દેશોમાંથી હથિયારો આયાત કરવાના બદલે તુર્કીની ટેકનોલોજી અને સાઉદીના નાણાં વડે સાથે મળીને હથિયારો બનાવવામાં આવશે.
  • ત્રણેય દેશોએ સંભવિત જોખમોની માહિતી તાત્કાલિક શેર કરવા અને સંયુક્ત સૈન્ય અભ્યાસ માટે ખાસ વ્યવસ્થા કરી છે.
  • આ કોઈ આક્રમક જુથ નથી પણ બચાવ આપતી સંરક્ષણ વ્યવસ્થા છે, જેમાં ભવિષ્યમાં અન્ય પ્રાદેશિક દેશો પણ જોડાઈ શકે છે.

મહત્વ

  • આ પ્રાદેશિક ભાગીદારીના કારણે પશ્ચિમી સુરક્ષા પ્રણાલીઓ પરની નિર્ભરતા ઘટે છે.
  • પાકિસ્તાનની પરમાણુ તાકાત, તુર્કીનો સંરક્ષણ ઉદ્યોગ અને સાઉદી અરેબિયાના નાણા ભેગા થવાથી એક મજબૂત સંરક્ષણ માળખું તૈયાર થાય છે.