ભારતીય સેના દ્વારા જવાનો માટે 'ભારત રાઇસ'ની શરૂઆત

ભારતીય સેના દ્વારા જવાનો માટે 'ભારત રાઇસ'ની શરૂઆત

#GS-3 #અર્થતંત્ર #માળખાગત સુવિધાઓ #વિવિધ સુરક્ષા દળો અને એજન્સીઓ અને તેમનું કાર્ય #રાષ્ટ્રીય

મુખ્ય મુદ્દા

  • ભારતીય સેનાએ જવાનોને Bharat Rice પૂરો પાડવા માટે FCI સાથે પાંચ વર્ષનો MoU કર્યો છે.
  • કાર્યક્ષમતા વધારવા માટે લદ્દાખ અને ઉત્તર-પૂર્વ ના અંતરિયાળ ડેપોમાં સીધો પુરવઠો પહોંચાડવામાં આવશે.
  • નાણાકીય વર્ષ 2026-27 માટે NAFED દ્વારા આ પુરવઠો પૂરો પાડવામાં આવશે.
  • મુશ્કેલ વિસ્તારોમાં પરિવહન સરળ બનાવવા માટે ચોખાને 10 કિલો અને 30 કિલોની બેગમાં પેક કરવામાં આવશે.
  • આ યોજનામાં Operation Sindoor ના અનુભવોનો ઉપયોગ થયો છે, જેથી અચાનક આવતી કટોકટીમાં પુરવઠો ખોટે ન પડે.

શા માટે ચર્ચામાં છે?

  • ભારતીય સેનાએ પોતાના જવાનો માટે Bharat Rice શરૂ કર્યું છે. આ માટે સેનાએ Food Corporation of India (FCI) સાથે પાંચ વર્ષનો સમજૂતી પત્ર (MoU) સાઈન કર્યો છે. આ પગલાનો હેતુ સૈન્ય પુરવઠા વ્યવસ્થાને મજબૂત કરવાનો અને યુદ્ધ જેવી સ્થિતિ માટે તૈયાર રહેવાનો છે.

ભારત રાઇસ વિશે

  • Bharat Rice એ ઉચ્ચ ગુણવત્તાવાળા ચોખાની એક પહેલ છે. જવાનોના સૂચનોને ધ્યાનમાં રાખીને આ યોજના બનાવવામાં આવી છે. આ ચોખા ખાસ ડિફેન્સ સ્પેસિફિકેશન મુજબ તૈયાર કરવામાં આવ્યા છે જેથી રેશનની ગુણવત્તા સુધરે અને પુરવઠામાં સરળતા રહે.

આ પહેલના ઉદ્દેશ્યો

  • મુખ્ય હેતુ જવાનોને વધુ સારી ગુણવત્તાવાળું ભોજન આપવાનો છે. સાથે જ, રેશનની સમયસર પુનઃરપૂરણી થાય તે જોવું છે. ખાસ કરીને જ્યારે અચાનક કટોકટી આવે અથવા સૈન્યને ઝડપથી ખસેડવાનું હોય, ત્યારે આ વ્યવસ્થા ખૂબ કામ આવશે.

પુરવઠા અને વિતરણ પદ્ધતિ

  • હવે ચોખા સીધા જ આર્મીના સપ્લાય ડેપો સુધી પહોંચાડવામાં આવશે. જેમાં લદ્દાખ અને ઉત્તર-પૂર્વ (Northeast) ના અંતરિયાળ વિસ્તારોના ડેપોનો પણ સમાવેશ થાય છે. પહેલા ડેપોએ સ્થાનિક FCI કચેરીએ જઈને માલ લેવો પડતો હતો, જે હવે જરૂરી રહેશે નહીં.

NAFED ની ભૂમિકા

  • નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન આ ચોખાનો પુરવઠો National Agricultural Cooperative Marketing Federation of India (NAFED) દ્વારા પૂરો પાડવામાં આવશે.

પેકેજિંગ અને ગુણવત્તા નિયંત્રણ

  • ચોખાની ગુણવત્તાની કડક તપાસ કરવામાં આવશે. આ ચોખા 10 કિલો અને 30 કિલોની બેગમાં પેક કરવામાં આવશે. પેકેજિંગ એવી રીતે કરવામાં આવ્યું છે કે પહાડી અને મુશ્કેલ રસ્તાઓ પર તેને લઈ જવા સરળ રહે.

MoU ની મુખ્ય બાબતો

  • આ કરાર દ્વારા સેના FCI ના ગોદામો, આધુનિક સાઈલો અને તાલીમબદ્ધ કર્મચારીઓની મદદ લઈ શકશે. કટોકટીના સમયે સામાન ઉપાડવાના સાધનોનો ઉપયોગ પણ કરી શકશે. આ કરાર પાંચ વર્ષ માટે છે અને બંને પક્ષોની સહમતીથી તેને વધારી શકાય છે.

વ્યૂહાત્મક મહત્વ

  • આ પહેલથી સરહદના વિસ્તારોમાં સપ્લાય ચેઈન વધુ મજબૂત બનશે. આમાં Operation Sindoor ના અનુભવોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે ઓપરેશનમાં જાણવા મળ્યું હતું કે જ્યારે કોઈ આગોતરી જાણ વગર (short-warning or zero-warning) કટોકટી આવે, ત્યારે મજબૂત લોજિસ્ટિક્સ કેટલું જરૂરી છે.