ભારતનું પ્રથમ કોમર્શિયલ થર્મલ-ઈમેજિંગ પેલોડ TAPAS-1 લોન્ચ થયું

ભારતનું પ્રથમ કોમર્શિયલ થર્મલ-ઈમેજિંગ પેલોડ TAPAS-1 લોન્ચ થયું

#GS-3 #વિજ્ઞાન અને ટેકનોલોજી #અંતરિક્ષ #વર્તમાન બનાવો #રાષ્ટ્રીય #ગુજરાત

મુખ્ય મુદ્દા

  • અમદાવાદના Satleo Labs સ્ટાર્ટઅપે SpaceX Falcon 9 રોકેટ વડે ભારતનું પ્રથમ ખાનગી થર્મલ-ઈમેજિંગ પેલોડ TAPAS-1 લોન્ચ કર્યું છે.
  • આ 1.5 kg નું પેલોડ પૃથ્વીથી 500 km ઊંચાઈએ આવેલી સન-સિંક્રોનસ ઓર્બિટમાં 3 વર્ષ સુધી કાર્યરત રહેશે.
  • આ ટેકનોલોજી શહેરી ગરમી ઘટાડવા, જંગલની આગ ટ્રેક કરવા, ખેતરોમાં ભેજ માપવા અને જમીન અંદરના ખનિજો શોધવામાં ઉપયોગી થશે.
  • કંપનીનો લક્ષ્યાંક 2029 સુધીમાં 10 થી 15 સેટેલાઇટનું PYRO નેટવર્ક ઊભું કરવાનો છે.

શા માટે ચર્ચામાં છે?

  • અમદાવાદની એક સ્પેસ-ટેક સ્ટાર્ટઅપ કંપની Satleo Labs એ TAPAS-1 સ્પેસમાં સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે.
  • આ ભારતનું સૌથી પહેલું ખાનગી અને કોમર્શિયલ થર્મલ-ઈમેજિંગ પેલોડ છે.
  • આ પેલોડ કેલિફોર્નિયાથી SpaceX Falcon 9 રોકેટના Transporter-18 મિશન દ્વારા અંતરિક્ષમાં મોકલવામાં આવ્યું છે.

TAPAS-1 પેલોડ વિશે

  • Thermal Access Platform for Analytics & Solutions (TAPAS-1) એ ભારતમાં જ બનેલું એક નેનોસેટેલાઇટ પેલોડ છે, જેનું વજન 1.5 kg છે અને તે ક્યુબસેટ ડિઝાઇન ધરાવે છે.
  • આ સેટેલાઇટ પૃથ્વીની સપાટી પરથી નીકળતી ગરમી અને તાપમાન માપીને એક સ્પેસ થર્મોમીટર તરીકે કામ કરે છે.
  • આ પેલોડ અમદાવાદના Satleo Labs સ્ટાર્ટઅપ દ્વારા બનાવવામાં આવ્યું છે, જેની સ્થાપના 2023 માં શ્રવણ સિંહ ભાટી, ઇસરોમાંથી નિવૃત્ત વિજ્ઞાની ડૉ. રણેન્દુ ઘોષ અને ઊર્મિલ બખાઈ દ્વારા કરવામાં આવી હતી.
  • આ પેલોડ SpaceX Falcon 9 રોકેટ દ્વારા સ્પેસમાં ગયું, જે Transporter-18 મિશન હેઠળ કુલ 130 સેટેલાઇટ લઈને ગયું હતું.
  • આ પેલોડ પૃથ્વીથી 500 km ઊંચાઈએ આવેલી Sun-Synchronous Low Earth Orbit (LEO) માં ગોઠવવામાં આવ્યું છે.
  • આ મિશન 3 વર્ષ સુધી કામ કરશે, અને ત્યારબાદ કંપની 2029 સુધીમાં TAPAS-2 અને 10 થી 15 નાના સેટેલાઇટનું PYRO નેટવર્ક બનાવશે.
  • તેનો મુખ્ય હેતુ ખેતી, શહેર સંચાલન અને સંરક્ષણ ક્ષેત્રને સસ્તા દરે અને સરળતાથી તાપમાન સંબંધિત ડેટા આપવાનો છે.

મુખ્ય ઉપયોગો અને વિશેષતાઓ

  • આ સિસ્ટમ શહેરોમાં અલગ-અલગ જગ્યાએ વધતી ગરમી માપીને મ્યુનિસિપલ કોર્પોરેશનને ગરમી ઘટાડવા આયોજન કરવામાં મદદ કરશે.
  • તે જમીનમાં ભેજનું પ્રમાણ અને પાક દ્વારા થતું પાણીનું બાષ્પીભવન માપે છે, જેથી ખેડૂતો પાક બગડતા પહેલા સિંચાઈનું આયોજન કરી શકે.
  • તે જમીન અંદર સળગતી આગ, જંગલની આગ અને ફેક્ટરીઓમાં વધુ પડતી ગરમીનું સમયસર લોકેશન બતાવે છે.
  • તે જમીનની ગરમી રોકી રાખવાની ક્ષમતા પરથી દબાયેલા જૂના અવશેષો, જમીનની અંદરની તિરાડો અને ખનિજો શોધી શકે છે.
  • આ સેટેલાઇટ સ્પેસમાંથી મોકલેલા ડેટાને એઆઈ (AI) ની મદદથી સરળ માહિતીમાં બદલીને વપરાશકર્તા સુધી પહોંચાડે છે.