
ભારતનું પ્રથમ ખાનગી ઉદ્યોગો દ્વારા નિર્મિત PSLV-N1 રોકેટ 2027 માં લોન્ચ થશે
#GS-3 #વિજ્ઞાન અને ટેકનોલોજી #અવકાશ #PSLV-N1 #ISRO #NSIL #HAL #L&T
મુખ્ય મુદ્દા
- ભારતમાં ખાનગી ઉદ્યોગો દ્વારા બનેલું પ્રથમ રોકેટ PSLV-N1 વર્ષ 2027 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં લોન્ચ કરવામાં આવશે.
- વર્ષ સપ્ટેમ્બર 2022 માં NSIL તરફથી મળેલા ₹860 કરોડ ના કોન્ટ્રાક્ટ હેઠળ HAL અને L&T મળીને પાંચ રોકેટ બનાવી રહ્યા છે.
- આ રોકેટ સૂર્ય-સમકાલીન ઓર્બિટમાં 1,750 kg સુધીનું વજન લઈ જઈ શકે છે અને પ્રથમ ઉડાનમાં EOS-10 ઉપગ્રહ મોકલશે.
- આ યોજનાથી આગામી 10 વર્ષમાં ભારતની સ્પેસ ઈકોનોમીને $40-45 billion સુધી પહોંચાડવા માટે મદદ મળશે.
શા માટે ચર્ચામાં છે?
- ઈસરોના ચેરમેન V. Narayanan જણાવ્યુ કે દેશનું પ્રથમ ખાનગી ઉદ્યોગો દ્વારા તૈયાર થયેલ રોકેટ PSLV-N1 વર્ષ 2027 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં લોન્ચ કરવામાં આવશે.
PSLV-N1 વિશે માહિતી
- આ PSLV-N1 રોકેટ PSLV-XL મોડેલ પર આધારિત છે. આ સાથે જ રોકેટ બનાવવાનું કામ સરકારી કારખાનામાંથી નીકળીને હવે ભારતના ખાનગી ઉદ્યોગો પાસે આવ્યું છે.
- ઈસરોની વેપારી શાખા NSIL સાથે સપ્ટેમ્બર 2022 માં ₹860 કરોડ નો કરાર થયો હતો, જે અંતર્ગત HAL અને L&T કંપનીઓ ભેગી મળીને પાંચ રોકેટ બનાવી રહી છે.
- આ પગલાનો મુખ્ય હેતુ રોકેટ બનાવવાની જવાબદારી ઉદ્યોગોને આપીને ISRO ને નવા સંશોધનો અને ઊંડા અવકાશના મિશનો પર ધ્યાન આપવા માટે મુક્ત કરવાનો છે.
PSLV-N1 ની મુખ્ય વિશેષતાઓ
- હવેથી HAL અને L&T કંપનીઓ કાચો સામાન ખરીદવાથી લઈને રોકેટનું જોડાણ અને ટેસ્ટિંગ સુધીનું બધું જ કામ પોતાની રીતે સ્વતંત્ર રીતે કરશે.
- આ રોકેટમાં ઘન અને પ્રવાહી બળતણના ચાર તબક્કા છે અને છ વધારાના બૂસ્ટર છે. તે 1,750 kg વજન સૂર્ય-સમકાલીન ભ્રમણકક્ષામાં અને 1,425 kg વજન જીઓસિંક્રોનસ ઓર્બિટમાં લઈ જઈ શકે છે.
- અગાઉના PSLV-C61 અને PSLV-C62 મિશનની સમસ્યાઓ પછી ISRO ની સમિતિ ના સૂચન મુજબ આમાં ગુણવત્તાવાળા નવા ભાગો વાપરવામાં આવ્યા છે.
- આ રોકેટે ભૂતકાળમાં Chandrayaan-1, Mangalyaan અને Aditya-L1 જેવા મોટા મિશન સફળ કર્યા છે, અને 34 દેશોના 434 વિદેશી ઉપગ્રહો અવકાશમાં મોકલ્યા છે.
- પોતાની પ્રથમ ઉડાનમાં આ રોકેટ EOS-10 ઉપગ્રહ અને બીજા વેપારી ઉપગ્રહોને અવકાશમાં સ્થાપિત કરશે.
મહત્વ
- આ સફળતાથી 2020 ની સ્પેસ નીતિ આગળ વધશે, જેનાથી ભારતીય કંપનીઓ માત્ર નાના ભાગો બનાવવાને બદલે આખું રોકેટ બનાવતી થશે.
- આનાથી ભારતમાંથી વધારે રોકેટ લોન્ચ કરી શકાશે, જે આગામી 10 વર્ષમાં દેશના સ્પેસ ક્ષેત્રને $40-45 billion સુધી પહોંચાડવામાં મદદ કરશે.