પશ્ચિમ ઘાટમાંથી ડેમ્સલફ્લાયની નવી પ્રજાતિ લેસ્ટેસ પાલોટીની શોધ

પશ્ચિમ ઘાટમાંથી ડેમ્સલફ્લાયની નવી પ્રજાતિ લેસ્ટેસ પાલોટીની શોધ

#GS-3 #પર્યાવરણ #જૈવવિવિધતા #વન્યજીવન #વર્તમાન બનાવો #રાષ્ટ્રીય #પ્રજાતિની શોધ

શા માટે ચર્ચામાં છે?

  • કીટ વિજ્ઞાનીઓની એક ટીમે કેરળના પશ્ચિમ ઘાટ વિસ્તારમાંથી ડેમ્સલફ્લાયની એક નવી પ્રજાતિ Lestes paloti શોધી કાઢી છે, જે અંગેનો સંશોધન લેખ International Journal of Odonatology માં પ્રકાશિત થયો છે.

લેસ્ટેસ પાલોટી વિશે

  • આ નવી શોધાયેલી જંતુ પ્રજાતિ Odonata ઓર્ડર હેઠળ આવતા Lestidae પરિવારની સ્પ્રેડવિંગ ડેમ્સલફ્લાય છે.
  • ભારતીય કીટ વિજ્ઞાન અને પશ્ચિમ ઘાટના પ્રાણીસૃષ્ટિના વર્ગીકરણમાં મહત્વનું યોગદાન આપનાર કોઝિકોડ સ્થિત Zoological Survey of India (ZSI) ના વિજ્ઞાની Dr. Muhamed Jafer Palot ના માનમાં આ પ્રજાતિનું નામ રાખવામાં આવ્યું છે.

ભૌગોલિક વિસ્તાર

  • આ પ્રજાતિ કેરળના છ જિલ્લાઓમાં જોવા મળી છે, જેમાં કન્નુર, કોઝિકોડ, વાયનાડ, મલપ્પુરમ, પાલક્કાડ અને અર્નાકુલમનો સમાવેશ થાય છે.

રહેઠાણ અને પર્યાવરણ

  • સામાન્ય રીતે આવી માખીઓ ખુલ્લા પાણીના સ્ત્રોત પાસે રહે છે, પરંતુ Lestes paloti ઘરોની આસપાસની ઝાડીઓ અને લેટેરાઇટની ટેકરીઓ પર રહે છે, જે ઘણીવાર ખુલ્લા પાણીથી દૂર હોય છે.

મુખ્ય લાક્ષણિકતાઓ અને શારીરિક રચના

  • આ પ્રજાતિ ઋતુ પ્રમાણે પોતાનો રંગ બદલે છે, તે સૂકી મૌસમમાં બદામી રંગની દેખાય છે અને ચોમાસાની ઋતુ દરમિયાન ચમકદાર વાદળી રંગ ધારણ કરે છે.
  • નર જંતુના શારીરિક અંગોની સૂક્ષ્મદર્શક યંત્ર વડે તપાસ કરીને વિજ્ઞાનીઓએ પુષ્ટિ કરી છે કે આ ઉત્તર-પૂર્વ ભારતમાં મળતી પ્રજાતિઓ કરતાં અલગ છે.
  • આ કીટકનો સ્વભાવ ખૂબ જ શરમાળ છે અને તે અન્ય પ્રજાતિઓ જેવો જ દેખાતો હોવાથી દાયકાઓ સુધી સંશોધકોની નજરે ચડ્યો નહોતો.
  • આ સંશોધને જૂની વૈજ્ઞાનિક ભૂલ સુધારી છે, દક્ષિણ ભારતમાં અગાઉ Lestes nodalis તરીકે નોંધાયેલા જંતુઓ વાસ્તવમાં Lestes paloti જ હતા.

શોધનું મહત્વ

  • છેલ્લા 97 વર્ષ પછી પશ્ચિમ ઘાટમાંથી Lestes કુળની નવી પ્રજાતિ મળવાથી જંતુવિવિધતા છતી થઈ છે, જેનાથી કેરળમાં ઓડોનેટ કીટકોની સંખ્યા વધીને 192 પ્રજાતિઓ થઈ છે.
  • આ પ્રજાતિ માનવ વસવાટ નજીકની ટેકરીઓ અને ઝાડીઓમાં રહેતી હોવાથી, જંગલ બહારના જળચર અને જમીની નિવસનતંત્રોનું રક્ષણ કરવું કેટલું જરૂરી છે તે આ શોધ દર્શાવે છે.