
સી-ડીઓટી દ્વારા સાયબર સુરક્ષા માટે 14 સ્વદેશી ક્વોન્ટમ પ્રોડક્ટ્સ લોન્ચ કરાઈ
#GS-3 #વિજ્ઞાન અને ટેકનોલોજી #આઈસીટી (ICT) #GS-2 #વર્તમાન ઘટનાઓ #રાષ્ટ્રીય #ક્વોન્ટમ ટેકનોલોજી #સાઇબર સુરક્ષા #સી-ડીઓટી (C-DOT)
મુખ્ય મુદ્દા
- ભારતીય સંચાર નેટવર્કને સાયબર ખતરાઓથી બચાવવા માટે સી-ડીઓટી (C-DOT) એ પોતાના 43મા સ્થાપના દિવસે 14 સ્વદેશી ક્વોન્ટમ પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે.
- આ પ્રોડક્ટ્સમાં ક્વોન્ટમ કી ડિસ્ટ્રિબ્યુશન માટે Q-AKSHAY CD અને Q-AKSHAY MD જેવા સાધનો તથા 200 Gbps સુધીની સ્પીડ આપતું Q-AMOGH એન્ક્રિપ્ટર સામેલ છે.
- વર્ષ 1984 માં સ્થપાયેલ સી-ડીઓટી સંચાર મંત્રાલય હેઠળ કામ કરે છે અને ભારતને ટેલિકોમ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
શા માટે ચર્ચામાં છે?
- સી-ડીઓટી (C-DOT) સંચાર મંત્રાલયના ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) હેઠળ કામ કરતી સંસ્થા છે.
- પોતાના 43મા સ્થાપના દિવસની ઉજવણી દરમિયાન સી-ડીઓટી એ દેશના સંચાર નેટવર્કને સુરક્ષિત કરવા માટે 14 સ્વદેશી ક્વોન્ટમ પ્રોડક્ટ્સ રજૂ કરી છે.
- આ નવી ટેકનોલોજી મુખ્યત્વે ક્વોન્ટમ કી ડિસ્ટ્રિબ્યુશન (QKD) અને પોસ્ટ-ક્વોન્ટમ ક્રિપ્ટોગ્રાફી (PQC) પર આધારિત છે, જે સાયબર હુમલા સામે રક્ષણ આપશે.
સી-ડીઓટી દ્વારા વિકસાવવામાં આવેલી મુખ્ય ક્વોન્ટમ ટેકનોલોજી
- Q-AKSHAY CD એ ઓપ્ટિકલ ફાઇબર આધારિત QKD સિસ્ટમ છે, જે COW અને DPS પ્રોટોકોલનો ઉપયોગ કરીને ફાઇબર નેટવર્ક પર સુરક્ષિત કી જનરેટ કરે છે.
- Q-AKSHAY MD એ MDI પ્રોટોકોલ પર કામ કરતી સિસ્ટમ છે, જે મેઝરમેન્ટ ઉપકરણોની ખામીઓનો દુરુપયોગ થતો અટકાવે છે.
- Q-VIKRAM અને Q-PARAKRAM એ સંરક્ષણ ક્ષેત્ર માટે બનાવેલા PQC આધારિત એન્ક્રિપ્ટર છે, જે OSI મોડેલ ના લેયર 2 અને 3 પર કામ કરી લશ્કરી સંદેશાવ્યવહારને સુરક્ષિત રાખે છે.
- Q-AMOGH એ હાઇ-સ્પીડ ઓપ્ટિકલ નેટવર્ક માટેનું એન્ક્રિપ્ટર છે, જે લેયર 1 પર 200 Gbps સુધીની સુરક્ષિત સ્પીડ આપે છે.
- Q-MAHASETU એ વેપારી અને મોટા વ્યવસાયો માટેનું એન્ક્રિપ્ટર છે, જે લેયર 2 અને 3 પર 40 Gbps સુધીનું ક્વોન્ટમ રક્ષણ પૂરું પાડે છે.
- Q-SETU એ સામાન્ય વ્યાપારી ડેટા ટ્રાન્સફર માટેનું એન્ક્રિપ્ટર છે, જે લેયર 3 પર 80 Mbps સુધીની સ્પીડ આપે છે.
- આ તમામ સિસ્ટમમાં NIST દ્વારા નક્કી કરાયેલા ક્વોન્ટમ ક્રિપ્ટોગ્રાફીના વૈશ્વિક નિયમોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
- C-SPD એ એક ખાસ ડિટેક્ટર છે, જે ક્વોન્ટમ નેટવર્કમાં સિંગલ-ફોટોન સિગ્નલને ઓળખવાનું કામ કરે છે.
- C-RD એ એક વાઇડબેન્ડ રેડિયો ફ્રીક્વન્સી ડ્રાઇવર ઉપકરણ છે, જે ક્વોન્ટમ કોમ્યુનિકેશનમાં મોડ્યુલેટર્સને નિયંત્રિત કરે છે.
ઓપન સિસ્ટમ્સ ઇન્ટરકનેક્શન (OSI) મોડેલ
- OSI મોડેલ એ 7-લેયરનું એક માળખું છે, જે સમજાવે છે કે નેટવર્કમાં એક ડિવિઝથી બીજા ડિવાઇસ સુધી ડેટા કેવી રીતે પહોંચે છે.
- લેયર 1 (ફિઝિકલ લેયર) કેબલ કે સિગ્નલ દ્વારા કાચો ડેટા મોકલવાનું કામ કરે છે.
- લેયર 2 (ડેટા લિંક લેયર) સીધા જોડાયેલા બે ઉપકરણો વચ્ચે ડેટાની આપ-લે સંભાળે છે.
- લેયર 3 (નેટવર્ક લેયર) અલગ-અલગ નેટવર્ક વચ્ચે ડેટા મોકલવાનો રસ્તો (રાઉટિંગ) નક્કી કરે છે.
- લેયર 4 (ટ્રાન્સપોર્ટ લેયર) ડેટા પૂરેપૂરો અને સાચી રીતે પહોંચે તેની ખાતરી કરે છે.
- લેયર 5 (સેશન લેયર) બે સોફ્ટવેર વચ્ચે કનેક્શન ચાલુ અને બંધ કરવાનું કામ સંભાળે છે.
- લેયર 6 (પ્રેઝન્ટેશન લેયર) ડેટાનું ફોર્મેટિંગ, એન્ક્રિપ્શન અને કમ્પ્રેસન કરે છે.
- લેયર 7 (એપ્લિકેશન લેયર) યુઝર જે સોફ્ટવેર કે એપ વાપરે છે તેને સીધી નેટવર્ક સેવાઓ પૂરી પાડે છે.
ક્વોન્ટમ કી ડિસ્ટ્રિબ્યુશન અને પોસ્ટ-ક્વોન્ટમ ક્રિપ્ટોગ્રાફી સમજુતી
- ક્વોન્ટમ કમ્પ્યુટિંગ એ ક્વોન્ટમ મિકેનિક્સ ના નિયમો પર કામ કરે છે, જે સામાન્ય સુપરકમ્પ્યુટર કરતા હજારો ગણી ઝડપે ગણતરી કરી શકે છે.
- ક્વોન્ટમ કી ડિસ્ટ્રિબ્યુશન (QKD) માં પ્રકાશના કણો (ફોટોન) નો ઉપયોગ કરીને સિક્રેટ એન્ક્રિપ્શન કી મોકલવામાં આવે છે.
- જો કોઈ વ્યક્તિ વચ્ચેથી આ QKD કી ચોરવાનો પ્રયાસ કરે, તો ક્વોન્ટમ કણોની સ્થિતિ બદલાઈ જાય છે અને તરત જ હેકિંગ પકડાઈ જાય છે.
- પોસ્ટ-ક્વોન્ટમ ક્રિપ્ટોગ્રાફી (PQC) માં એવા ગાણિતિક કોડ બનાવવામાં આવે છે, જે ભવિષ્યના શક્તિશાળી ક્વોન્ટમ કમ્પ્યુટર પણ તોડી ન શકે.
- QKD એ ભૌતિકશાસ્ત્રના નિયમો પર ચાલે છે અને તેના માટે ખાસ સાધનો જોઈએ, જ્યારે PQC એ ગણિત પર આધારિત હોવાથી અત્યારના ચાલુ નેટવર્ક પર પણ કામ કરી શકે છે.
સી-ડીઓટી (C-DOT) વિશે
- ભારત સરકારે 24 ઓગસ્ટ 1984 ના રોજ ટેલિકોમ્યુનિકેશન વિભાગ હેઠળ સી-ડીઓટી (C-DOT) ની સ્થાપના કરી હતી.
- ભારતના ગામડાઓ સુધી ડિજિટલ ફોન લાઇન અને નેટવર્ક પહોંચાડવામાં સી-ડીઓટી એ મહત્વની ભૂમિકા ભજવી હતી.
- આ સંસ્થાએ નેક્સ્ટ જનરેશન નેટવર્ક (NGN), ટેરાબિટ રાઉટર્સ, વાય-ફાય અને સાયબર સિક્યોરિટી માટેના ઘણા સોફ્ટવેર વિકસાવ્યા છે.
- ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) અને સ્માર્ટ સિટી માટે સી-ડીઓટી એ CCSP નામનું કોમન પ્લેટફોર્મ તૈયાર કર્યું છે.
- હાલમાં આ સંસ્થા 5G, 6G, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ક્વોન્ટમ કોમ્યુનિકેશન જેવી નવી ટેકનોલોજી પર કામ કરી રહી છે.
- પોતાની ટેકનોલોજી સ્થાનિક કંપનીઓને આપીને સી-ડીઓટી એ આત્મનિર્ભર ભારત અભિયાનને મોટો ટેકો આપ્યો છે.
- ગામડાઓ સુધી ફાઇબર ઇન્ટરનેટ પહોંચાડવાના ભારતનેટ (BharatNet) પ્રોજેક્ટમાં પણ સી-ડીઓટી ના સાધનો વાપરવામાં આવે છે.